Skip to content
Tue. Sep 29th, 2026
  • Home
  • About Us
  • Birthdays list
  • News
  • Contact Us
  • Disavowal

NEWS ALERTS

Latest Express News Of Political, Sports, Share Market And Entertainment Industry From India

Primary Menu
  • Home
  • About Us
  • Birthdays list
  • News
  • Contact Us
  • Disavowal
  • Home
  • Latest Film
  • “લાયક નાલાયક”નું વિતરણ રૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિ. દ્વારા કરવામાં આવશે અને ફિલ્મ 24 જુલાઈ, 2026ના રોજ સમગ્ર વિશ્વના સિનેમાઘરોમાં ભવ્ય રીતે રિલીઝ થશે.
  • Latest Film

“લાયક નાલાયક”નું વિતરણ રૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિ. દ્વારા કરવામાં આવશે અને ફિલ્મ 24 જુલાઈ, 2026ના રોજ સમગ્ર વિશ્વના સિનેમાઘરોમાં ભવ્ય રીતે રિલીઝ થશે.

admin 3 months ago 1 min read

અમદાવાદ, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ બની રહેલી ઓમ શિવમ પિક્ચર્સ લિમિટેડ (યુકે)ના બેનર હેઠળ નિર્મિત ગુજરાતી ફિલ્મ “લાયક નાલાયક”નું ટીઝર, ટ્રેલર, પોસ્ટર તેમજ સંગીત અમદાવાદની હોટલ રેડિસન બ્લુ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં લોન્ચ કરવામાં આવ્યું. ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો, નિર્માતાઓ, મીડિયા પ્રતિનિધિઓ અને ફિલ્મપ્રેમીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો.

ફિલ્મનું વિશેષ આકર્ષણ એ છે કે તેનું અંદાજે 95 ટકા શૂટિંગ લંડનના વિવિધ મનોહર લોકેશન્સ પર કરવામાં આવ્યું છે, જેના કારણે ગુજરાતી સિનેમાને આંતરરાષ્ટ્રીય કેનવાસ પર રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ફિલ્મમાં ગુજરાતી અને હિન્દી ફિલ્મ જગતના જાણીતા કલાકારોનો ભવ્ય સમૂહ જોવા મળશે. જેમાં હિતેન કુમાર, હિતુ કનોડિયા, ઓજસ રાવલ, અશ્મિત પટેલ, કિરણ આચાર્ય, કથા પટેલ, સ્મિતા ગોંડકર, આરતી જોશી, શેખર શુક્લા, સુનિલ વિશરાણી, જિતેન્દ્ર ઠક્કર, જીતુ પંડ્યા, ગ્રીવા કંસારા, મયંકા પટેલ, મણિન ત્રિવેદી, મનસુખલાલ ટાંક, લલિત ઠક્કર, રાજ ગણાત્રા, યજ્ઞેશ શર્મા, ગીતા સોલંકી, પૂર્વા શાહ અને શાવર અલી મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.

ફિલ્મના નિર્માતા રાજેશ આર. પટેલ, લેખક અને દિગ્દર્શક તન્મય ગોપાલ સેનગુપ્તા તેમજ સહ-નિર્માતા જિજ્ઞેશ પટેલ છે. ફિલ્મનું સંગીત બિપ્લબ દત્તા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે ગીતો જયેશ બારોટ અને અવિનાશ ખત્રીએ લખ્યા છે. ફિલ્મની વાર્તા હેતલ પટેલ, પટકથા અવિક મજુમદાર, ડીઓપી થંબન કે. રમણ, સંપાદન ગુરજેંટ સિંહ, પ્રોડક્શન ડિઝાઇન પાર્થ મજુમદાર, કોરિયોગ્રાફી જગન્નાથ દાસ, પ્રોડક્શન કંટ્રોલર સલીમ મન્સૂરી, મીડિયા અને પ્રમોશન પુનીત આર. ખરે, પબ્લિસિટી ડિઝાઇન અજય ચાંચડીયા અને માર્કેટિંગ પ્રમોશન સી.એમ. ઇવેન્ટ્સ એન્ડ પ્રોમોશન્સ દ્વારા સંભાળવામાં આવ્યું છે.

આ પ્રસંગે ફિલ્મના નિર્માતા રાજેશ આર. પટેલે જણાવ્યું હતું, “લાયક નાલાયક’ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ ગુજરાતી સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાનો અમારો પ્રયાસ છે. લંડનમાં વિશાળ સ્તરે થયેલું શૂટિંગ, મજબૂત સ્ટારકાસ્ટ અને ઉચ્ચ કક્ષાનું નિર્માણ દર્શકોને એક અલગ જ અનુભવ આપશે. અમને વિશ્વાસ છે કે ગુજરાતી પ્રેક્ષકો આ ફિલ્મને દિલથી આવકારશે.”

ફિલ્મના લેખક અને દિગ્દર્શક તન્મય ગોપાલ સેનગુપ્તાએ જણાવ્યું હતું, “આ ફિલ્મમાં મનોરંજનની સાથે પરિવાર, સંબંધો અને જીવનના મૂલ્યોને સ્પર્શતી એક ભાવનાત્મક અને પ્રેરણાદાયી કહાની રજૂ કરવામાં આવી છે. દરેક પાત્રને ખાસ રીતે ઘડવામાં આવ્યું છે જેથી પ્રેક્ષકો ફિલ્મ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ શકે. અમે એક એવી ફિલ્મ બનાવી છે જે દરેક વર્ગના દર્શકોને ગમશે.”

“લાયક નાલાયક”નું વિતરણ રૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિ. દ્વારા કરવામાં આવશે અને ફિલ્મ 24 જુલાઈ, 2026ના રોજ સમગ્ર વિશ્વના સિનેમાઘરોમાં ભવ્ય રીતે રિલીઝ થશે.

ફિલ્મના લોન્ચ પ્રસંગ દરમિયાન રજૂ થયેલા ટીઝર, ટ્રેલર અને સંગીતને ઉપસ્થિત મહેમાનો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે ફિલ્મ પ્રત્યે દર્શકોમાં આતુરતા વધુ વધી છે.

  

લંડનમાં શૂટ થયેલી ગુજરાતી ફિલ્મ “લાયક નાલાયક”નું ટીઝર, ટ્રેલર, પોસ્ટર અને સંગીત ભવ્ય સમારોહમાં લોન્ચ


Related Stories

Recent Posts

  • Sujata Dey Painting Master – Victory Of The Fulfillment Of An Artist’s Dream
  • CM Devendra Fadnavis Felicitates Samudra Jetha Aryan Singh Dadiala At Mantralaya
  • Tera Mera Nata Net Box Office Collection Reaches ₹3.47 Crore On The Strength Of Audience Love
  • Dreaming Beyond Boundaries Made This Journey Possible : Akanksha Neha
  • विजय चौहान और चाँदनी सिंह ने शुरू किया ए एम म्यूजिक प्रस्तुत स्पाइन एंटरटेनमेंट भोजपुरी फिल्म ‘भौजी के बियाह’ की शूटिंग

Recent Comments

    Archives

    • September 2026
    • August 2026
    • July 2026
    • June 2026
    • May 2026
    • April 2026
    • March 2026
    • February 2026
    • January 2026
    • December 2025
    • November 2025
    • October 2025
    • September 2025
    • August 2025
    • July 2025
    • June 2025
    • May 2025
    • April 2025
    • March 2025
    • February 2025
    • January 2025
    • December 2024
    • November 2024
    • October 2024
    • September 2024
    • August 2024
    • July 2024
    • June 2024
    • May 2024
    • April 2024
    • March 2024
    • February 2024
    • January 2024
    • December 2023
    • November 2023
    • October 2023
    • September 2023
    • August 2023
    • July 2023
    • June 2023
    • May 2023
    • April 2023
    • March 2023
    • February 2023
    • January 2023
    • December 2022
    • November 2022
    • October 2022
    • September 2022
    • August 2022
    • July 2022
    • June 2022
    • May 2022
    • April 2022
    • March 2022
    • February 2022
    • January 2022

    Categories

    • 24×7 News
    • 365×24 News
    • Actors
    • Actress
    • Albums
    • Art Exhibition
    • Astrology
    • Author
    • Awards
    • Being Tusshar Dhaliwal
    • Bhojpuri Films
    • Bhojpuri News
    • Blogs
    • Breaking News
    • Business News
    • Cannes Festival
    • celebrity News
    • Designers Collections
    • Digital News
    • Elections
    • Entertainment
    • Entertainment News
    • Events
    • Exclusive News
    • Fashion Designer
    • Fashion Week
    • Film Directors
    • Fitness Icon
    • Games
    • Glam World
    • Hindi News
    • IAWA
    • Indywood
    • International News
    • Interviews
    • Kayastha Comunity
    • Latest Film
    • Latest Films
    • Latest News
    • Leo Media
    • Leo News
    • Marathi Films
    • Models
    • Music Directors
    • National
    • National News
    • New Films
    • News
    • Online News
    • Politics
    • Popular News
    • Reality Show
    • Reviews
    • Short Films
    • Singers
    • Songs
    • Special News
    • sports special
    • Tamil News
    • Top Story
    • Trending News
    • Uncategorized
    • Videos
    • Virus Events
    • Web News
    • Web Series

    Meta

    • Log in
    • Entries feed
    • Comments feed
    • WordPress.org

    You may have missed

    Sujata Dey Painting Master 5 Sujata Dey Painting Master – Victory Of The Fulfillment Of An Artist’s Dream 4 min read
    • News

    Sujata Dey Painting Master – Victory Of The Fulfillment Of An Artist’s Dream

    admin 20 hours ago
    Samudra Jetha Aryan Singh Dadiala 2 CM Devendra Fadnavis Felicitates Samudra Jetha Aryan Singh Dadiala At Mantralaya 1 min read
    • sports special

    CM Devendra Fadnavis Felicitates Samudra Jetha Aryan Singh Dadiala At Mantralaya

    admin 3 days ago
    Family Film - Tera Mera Nata 1 Tera Mera Nata Net Box Office Collection Reaches ₹3.47 Crore On The Strength Of Audience Love 2 min read
    • Breaking News

    Tera Mera Nata Net Box Office Collection Reaches ₹3.47 Crore On The Strength Of Audience Love

    admin 3 days ago
    Akanksha Neha - Mrs Poland International (1) Dreaming Beyond Boundaries Made This Journey Possible : Akanksha Neha 4 min read
    • International News

    Dreaming Beyond Boundaries Made This Journey Possible : Akanksha Neha

    admin 4 days ago
    • Home
    • About Us
    • Birthdays list
    • News
    • Contact Us
    • Disavowal
    Copyright © All rights reserved. | Magnitude by AF themes.